Sunday, 18 August 2013

પુસ્તક સમીક્ષા - બ્રહ્મપુત્રા કે કિનારે કિનારે

                               હમણાં શ્રી Sanwarmal Sanganeriya નું પુસ્તક "Brahmputra  ke  kinare  kinare " હાથ  માં આવ્યું. પ્રથમ થોડા પન્ના વાચતા એવી અનુભૂતિ થઇ કે આસામ વિશે નાં બધા પાસાઓનું સચોટ નિરાકરણ આ પુસ્તક માં સમાવિષ્ટ છે. આસામ ના રાજકારણ, ઈતિહાસ, બોલી, રીતિરિવાજ, આચાર-વિચાર, ખાન-પાન, આ બધા ની માહિતી લેખકે પ્રચુર માત્ર માં પૂરી પડી છે. 
                                મૂળ લેખક રાજસ્થાન ના છે, પરંતુ તેમનો જન્મ આસામ માં થયો હતો. તેમના વડવાઓ સાહસ અને નિરંતર કષ્ટો નો સામનો કરી ને આ અગમ્ય ભૂમિ સુધી પહોચ્યા. તેમના માટે બધુજ નવું હતું. પોતાના પ્રદેશની ભૂગોળ ને આ નવા પ્રદેશ ની ભૂગોળ તથા  રીતિરિવાજ અને ખાન-પાન પણ સર્વથા ભિન્ન હતી. એમ કહીએ કે તેઓ સીધા પશ્ચિમ થી પૂર્વ માં આવ્યા તો કશું ખોટું નથી. ધીમે ધીમે તેઓ સ્થાયી થયા અને બાદમાં પોતાના પરિવારો ને બોલાવીને અહી વસવ્યા. આમ લેખકનો નાતો આસામ સાથે જન્મ થી નહિ પણ વષો ના વર્ષો  થી સંકળાયેલો છે.
                                   લેખકે પુસ્તક  માટે  જાતે સર્વ જગ્યાએ ફર્યા છે.આ ઉપરાંત તેમણે પુસ્તક ને જ્ઞાનવર્ધક બનાવવામાં  ઘણા સંદર્ભગ્રંથો નો સહારો પણ લીધેલ છે, જેમાં આસામીયા , હિન્દી, અને અંગ્રેજી ઉપરાંત ધર્મગ્રંથો જેવાકે પૂરાણો નો પણ સમાવેશ થઇ જાય છે. આમ પુસ્તક ને સફળ અને જ્ઞાનયુક્ત બનાવવામાં લેખકની મેહનત આંખે ઉડી ને વળગે છે.
                                    આસામ અને પ્રકૃતિ એકબીજાના પર્યાય છે. હર્યાભર્યા વન અને તેમાં વિચરતા વન્યજીવો, જાતજાત ના ફૂલો , વૃક્ષો, પ્રાણીઓ, વગરે નું લેખકે માહિતીસભર વર્ણન કર્યું છે. તેમને ત્યાના પ્રખ્યાત એવા કાઝીરંગા પાર્ક ની પણ મુલાકાત લીધેલ છે. આસામ ના પુરાતત્વ અને ઈતિહાસ  માટે ની સામગ્રી આ પુસ્તક માં ભરપુર છે. જગ્યાએ જગ્યાએ વિખરાયેલા પડેલા પુરાતત્વીય અવશેષો આસામ નું એક અલગ જ ચિત્ર રજુ કરે છે. ધ્વસ્ત મંદિરો અને કિલ્લાઓ નું આસામ એક અલગજ દુનિયા માં લઇ જાય  છે. 
                                     પુસ્તકનું ઉધાર પાસું ફોટોસ અને નકશાઓ છે. આસામનું પ્રાકૃતિક સૌન્દર્ય અક્ષરો મેં લેખકે કેદ કર્યું છે, પરંતુ પુસ્તક માં તેના એક પણ ફોટોસ નથી, તેજ રીતે આસામની ધરોહર એવા પુરાતત્વીય અવશેષો નું લેખકે વર્ણન કર્યું  છે અને તેમના પણ ફોટોસ નથી. ત્યાંથી આપને આવીએ નકશાઓ ઉપર, તો લેખક લગભગ આખું આસામ ફર્યા છે, પરંતુ તે પ્રવાસ માર્ગ ના નકશાઓ આપ્યા નથી. કુલ મળીને પુસ્તક પાછળ લેખકે ખુબ મેહનત લીધી છે, અને આ પુસ્તક આપના હાથ માં આપ્યું તેના બદલ તેમનો ધન્યવાદ માનીએ તેટલો ઓછો છે.
                                                    નામ :- Brahmputra  ke  kinare  kinare
                                                    લેખક :-  Sanwarmal Sanganeriya 
                                                    પ્રકાશક :- Bhartiya  Gyanpith 
                                                    કીમત :- 265 Rupees 

 

No comments:

Post a Comment